કેશોદનાં ચાંદીગઢના પાટીયા પાસે ધણખૂટ બાઈક આડે ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અને હાલ જૂનાગઢ રહેતા મુળ નાનરખી ગામના હમીદખાન જમાદખાન બેલીમને ઈજાઓ પહોંચતા 108 દ્વારા કેશોદ બાદમાં જૂનાગઢ અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.
જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આધેડ લૌકીક કામ પતાવી નાંદરખીથી જૂનાગઢ જઈ રહ્યાં હતા. અને અકસ્માત નડ્યો હતો. આ બનાવ અંગેની વધુ તપાસ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.