તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મેંદરડાના રાજાવડ ગામે કુવો ખોદવાની કામગીરી ચાલી રહી હોય એ દરમિયાન અકસ્માતે એક આધેડને વીજશોક લાગતા કેશોદ સિવીલ હોસ્પિટલ ખાતે લઇ જવાયાં હતાં. જયાં તબીબે મૃત જાહેર કરતાં પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતાં.
સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થતાં પરિવારજનોમાં શોક
જાણવા મળતી માહિતી મુજબ વડાળાના વતની અને મેંદરડાના રાજાવડની સીમમાં કુવો ખોદવાનું કામ કરતાં બોદુભાઇ સુલેમાનભાઇ રાઠોડને કુવામાં ઇલેક્ટ્રીક મોટર ચાલું થતાં વીજ શોક લાગ્યો હતો. આ બનાવની જાણ વાડી માલીકને થતાં તેમણે અને આસપાસનાં લોકોએ બોદુભાઇને સારવાર અર્થે અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવાયાં હતાં. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થતાં પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો. આ બનાવથી વડાળા અને અજાબ ગામનાં આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતાં અને પરિવારજનોએ સાંત્વનાં આપી હતી. મૃતદેહનો મલાજો જળવાઇ રહે તે માટે મૃતદેહને ઢાકવા સામાજીક કાર્યકર હિતેષભાઇ ઠકરારે સફેદ કાપડની વ્યવસ્થા કરી આપી હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.