સતત બીજા વર્ષે એક જ પોલ માંથી તણખાં ખરતા આગ:વીજ કેબલના બે ફેઈઝ ભેગા થતાં ઘઉંના પળામાં આગ લાગી

કેશોદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદમાં સતત બીજા વર્ષે એક જ પોલ માંથી તણખાં ખરતા આગ લાગી

કેશોદ શહેર ના હદમાં આવતાં સર્વે નં. 518 પૈકી 5 પૈકી 1 પૈકી 2 ખાતા નં 2847- 2848 વાળી 10 વિધા જમીનમાં કેવદ્રા ધનશ્યામ ફિડરવાળી લાઈન ના વીજ પોલમાં શોર્ટ સર્કિટ થતાં તણખાં ખરતાં અચાનક ઘઉં નું પળું સળગી ઉઠ્યું હતું. જોકે ખેડૂતે ઘઉં નો પાક લઈ લીધો હોય કોઈ નુકશાન જવા પામ્યું ન હતું.

ખેડૂતે જણાવ્યું કે ચાલું વર્ષે જે જગ્યાએ આગની શરૂઆત થઈ તે જ જગ્યાએ ગત વર્ષે તણખાં ખરતાં 5 વિઘાના ઘઉં બળી ખાક થયાં હતાં. ફરી એ જ જગ્યા પર 10 દિવસ પહેલાં અરજી આપવા છતાં રિપેરીંગ ન થતાં વીજ ફોલ્ટ સર્જાયો હતો જેને કારણે આગ લાગતાં ખેડુતે રોષ વ્યક્ત કરી પીજીવીસીએલ દ્વારા ખેતરમાંથી પસાર થતાં વીજ પોલ અંગે કાંઈ ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી છે.

જેસીબી દ્વારા ખોદકામ થતાં કેબલને નુકસાન થયું, બંને ફેઇઝ અડકતાં આગ લાગી : ઈજનેર આ અંગે પીજીવીસીએલ ઈજનેર ગળચરે જણાવ્યું હતું કે જે જગ્યા પર આગ લાગી તે અંગે ચાંદીગઢ ના પાટિયા થી વેરાવળ તરફ જતાં નેશનલ હાઇવે પર જમનભાઈ વણપરિયાની વાડીમાં જેસીબી દ્વારા ખોદકામ થતાં કેબલને નુકશાન થયું હતું અને બંને ફેઇઝ અડકતાં આગ લાગ્યાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...