તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કેશોદ શહેરમાં વાસણના ગોડાઉનમાં લાગી આગ, નળિયાંની છત ધરાશાયી

કેશોદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફાયરબ્રિગેડે એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી

કેશોદની જૂની બજારમાં આવેલી ચુનીલાલ ગોકળદાસની વાસણની દુકાનની થોડે દુર ગોડાઉન આવેલું છે. સોમવારની સવારે જ્યારે દુકાન માલિક તેમની દુકાન ખોલતા હતા એ વખતે તેના ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ થઇ હતી. આથી દુકાન માલીક ગોડાઉને પહોંચ્યા હતા. અને બાદમાં ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

થોડી જ ક્ષણોમાં 2 બ્રાઉઝર સાથે પહોંચેલી ફાયરબ્રિગેડે 1 કલાક પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગને લીધે ગોડાઉનની અંદર રહેલા સ્ટીલ, એલ્યુમીનિયમ, તાંબાં, પીતળના વાસણોને આગ લપેટમાં કાળા પડી ગયા હતા. ગોડાઉનની છતના ભાગે લાકડું સળગી ઉઠતાં નળિયા સહિતનો કાટમાળ નીચે પડ્યો હતો. અને વાસણોને પણ નુકસાન થયું હતું.

અગાઉ છત્રીના ગોડાઉનમાં આગ લાગી 'તી
અગાઉ આ જ રોડ પર પર છત્રીના ગોડાઉનમાં આગ લાગી હતી. એ ગોડાઉનમાં પણ ઇલેક્ટ્રિક કનેક્શન નહોતુંફ 2 વર્ષ પહેલાં આજ રોડ પર આવેલી દુકાનના બોર્ડ રાત્રે આવારા તત્વોએ સળગાવી દીધા હતા. જેની પોલીસ ફરિયાદ પણ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો