તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગૃતતા:કેશોદમાં પાલિકા કચેરીમાં પ્લાસ્ટિક વેચાણ પર પ્રતિબંધનું બોર્ડ લગાવ્યું

કેશોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગૌરક્ષા દળના કાર્યકરે કચેરીમાં ગુનાની જાણકારી અંગે બોર્ડ માર્યા

કેશોદ ગૌરક્ષક દળ દ્વારા છેલ્લાં દોઢ વર્ષથી ગૌમાતાને બચાવવા શહેરભરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકના વેચાણ પર પ્રતિબંધ લગાવવા મુહિમ ચલાવાઇ રહી છે. આ અંગે ગૌસેવકો દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા મૃત ગાયના પેટમાંથી કેટલું પ્લાસ્ટીક નીકળે છે તેવા વીડિયો પણ બતાવાઇ રહ્યા છે. દરમ્યાન દુકાનોમાં 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના ઉપયોગને લીધે બનતા ગુનાની જાણકારી આપતું બોર્ડ ગૌરક્ષક દળે પાલિકા કચેરીમાં માર્યું છે.

કેશોદના ચીફ ઓફીસરે 50 માઇક્રાેનથી નીચેના પ્લાસ્ટીકના ઝભલાં ન વેચવા વેપારીઓ સાથે મીટિંગ યાેજી પ્રતિબંધ ફરમાવ્યાે હતો. આમ છતાં પ્લાસ્ટીકના ઝભલાનું વેંચાણ થઇ રહ્યું છે તેવાે ગૌરક્ષક દળના નરેન્દ્ર ચુડાસમાએ આક્ષેપ કરી પાલીકા કચેરીએ પહાેંચી વિરોધ નોંધાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાલીકા દ્વારા દોઢ મહિના પહેલાં દરેક દુકાન પર 50 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટીક ન વેચવા બાેર્ડ લગાવવા સહમતી દર્શાવી હતી. જે કાર્યવાહી ન થતાં પાલીકા સામે રોષ વ્યક્ત કરી જાતે જ પાલીકાની કચેરીએ પહાેંચી પ્લાસ્ટીકના વેચાણથી બનતાં ગુન્હાની જાણકારી આપતું બાેર્ડ લગાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો