તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:કેશાેદ પાસે નેશનલ હાઇવે પર 50 ફુટ લાંબા ડિવાઇડરને અજાણ્યા શખ્સોએ તાેડી પાડ્યા

કેશાેદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
નેશનલ હાઇવ પર અજાણ્યા શખ્સોએ ડિવાઇડર તોડી પાડ્યા. - Divya Bhaskar
નેશનલ હાઇવ પર અજાણ્યા શખ્સોએ ડિવાઇડર તોડી પાડ્યા.
 • સખ્ત પગલાં ભરવા, ડીવાઇડર રીપેરીંગ કરવા નેશનલ હાઇવે પ્રાેજેક્ટ ડાયરેક્ટરની ખાતરી

કેશાેદ ચાંદીગઢના પાટીયે આવેલ નેશનલ હાઇવે ઓથાેરીટીના ઓવરબ્રીજ થી વેરાવળ તરફ જતાં અળધાે કીમીના અંતરે અજાણ્યા લાેકાેએ બંન્ને રાેડને જાેડતાં 50 ફુટ લાંબા ડિવાઇડરને તાેડી પાડ્યું હતું. આ ડિવાઇડર તાેડવા પાછળ પાેતાના અંગત સ્વાર્થ માટે હાઇવે નજીકના મિલકત ધારકાે જવાબદાર હાેવાનું માનવામાં આવી રહ્યું છે. આ ડિવાઇડર તાેડવા તંત્ર મંજુરી આપતું નથી. આવી રીતે જાે ડિવાઇડર તુટતાં રહેશે તાે અકસ્માતની સંખ્યા અનેક ગણી વધી જશે. મળતી માહિતી મુજબ જેતપુર-સાેમનાથ નેશનલ હાઇવે નિર્માણ થયાનાં 7 વર્ષમાં અનેક અકસ્માતાે થયાં છે આ અકસ્માતથી અનેક લાેકાેએ પાેતાના જીવ ગુમાવ્યાં છે.

આ અંગે 3 વર્ષ પહેલાં કેશાેદ પાેલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલાં એએસપી સંજય ખરાતે ચિંતા કરી જિલ્લા કચેરીએથી અકસ્માતના આંકડાઓ મંગાવ્યાં હતાં અને તેનાે અભ્યાસ કર્યાે હતાે. જેમાં વાહન ચાલક તાેડી પડાયેલાં ડિવાઇડર પરથી રાેેડ ક્રાેસ કરતાં હાઇવે પર પુરપાટ દાેડતાં વાહનાે સાથે અકસ્માત થયા હાેય તેેેવી માેટી સંખ્યા જાેવા મળી હતી. આથી એએસપીએ નેશનલ હાઇવે ઓથાેરીટીને તુટેલાં ડિવાઇડર ફરી રીપેર કરવા મજબુર કર્યાે હતાં. પરંતુ ફરી પાછા માથાભારે તત્ત્વાેએ પાેતાની મિલકતાેના ફાયદા ખાતર ડિવાઇડરાે તાેડી નાખે છે.

આ અંગે પ્રાેજેક્ટ ડાયરેક્ટરે આવા તાેડી પડાયેલાં ડિવાઇડર ફરી જાેડવા અને તાેડનારા પર કડક કાર્યવાહી કરવા બાંહેધરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો