કેશોદ પોલીસ સ્ટાફ દ્વારા બાતમી આધારે જુગાર રેડ કરવામાં આવતાં 9 મહિલાઓને રૂ. 14,820 રોકડ મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અગતરાય રોડ પર આવેલ શાસ્ત્રીનગર ન્યું ભારત હોલ પાછળ મહિલાઓ જુગાર રમે છે તેવી બાતમી મળી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગોળ કુંડાળું કરી હારજીતનો જુગાર રમતી 9 મહિલાઓને પંચ રૂબરૂમાં પકડી પાડી પોલીસ સ્ટેશન લવાઇ હતી.
રેખાબેન અશોકભાઇ જેઠવા, ભાવનાબેન મનહરભાઇ ઢોલરિયા, હસીનાબેન સુલેમાનભાઇ હાલેપોત્રા, મંજુલાબેન દિનેશભાઇ ઠુંબર, કીરણબેન રાજેશભાઇ ઠુંબર, કીરણબેન રમેશભાઇ સોલંકી, ભારતીબેન મેરામભાઇ બાલસરા, મધુબેન રમેશભાઇ ભોપાળા, ભાવીશાબેન ભરતભાઇ પરમારને પકડી પાડી જૂગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.