ફરિયાદ:કેશોદમાં ડેરી માં દૂધ ઢોળી નાખવાના બનાવમાં 8 શખ્સની અટક કરાઈ

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અજાણ્યાં ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજ આધારે ઓળખ કરી હતી

કેશોદમાં માહિ ડેરીમાં દરવાજો તોડી 10 કેનમાં રહેલ 400 લિટર દુધ ઢોળી નાખી નુકશાની પહોંચાડવાની ઘટનામાં નોંધાયેલ ફરિયાદમાં પોલીસે 8 શખ્સોની અટકાયત કરી તેમના વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ તા. 22 સપ્ટે ના રાત્રીના કેશોદ ના માંગરોળ રોડ પર આવેલ માહિ ડેરીમાં અજાણ્યાં 8 થી 10 શખ્સોના ટોળાએ બાઈક અને રિક્ષામાં આવી દરવાજો તોડી ડેરીમાં ઘુસી જઈ ડેરીમાં કામ કરતાં કર્મચારીઓ સામે આશરે 400 લિટર દુધ ઢોળી નાંખ્યું હતું અને રામભાઇ કેશવાલા એ ફરિયાદ નોંધાવી હતી પોલીસે 427, 451, 143, 149, 120 B મુજબ અજાણ્યાં ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધી સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી હતી. એવી જ રીતે તેજ દિવસે અન્ય ડેરીમાં પણ એક ટોળા દ્વારા દુધ ઢોળી નાખવાની ઘટનામાં બની હતી. આથી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં પોલીસે આરોપી તરીકે ભરતભાઈ ભુપતભાઇ ગળચર, ચિરાગભાઇ રમેશભાઈ મકવાણા, હીરાભાઇ વગડાભાઇ વાઢેર, અરજનભાઈ ભીખાભાઈ ગળચર, અહમદભાઈ જુસબભાઈ સાંધ, અજય દેવાભાઈ કોડિયાતર, વિજય ભીમા મુછાળ, રમેશ ભીખા મુછાળની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...