તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિયારણ ફેલ:કેશોદ પંથકમાં 75 % ડુંગળીનું બિયારણ ફેલ

કેશોદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ધરતીપુત્રોએ બિયારણ તૈયાર કરવા 20 થી 25 હજારની ડુંગળી વાવી છે

કેશોદ પંથકમાં આ વર્ષે ઉંચા ભાવ રહેતાં 160 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. જેમાં ખાસ કરીને શહેરથી પૂર્વ તરફના અજાબ, મેસવાણ, કરેણી તેમજ કેવદ્રાના ખેડુતોએ સરેરાશ 15 વિઘા પીળી પટ્ટી અને લાલ પટ્ટી ડુંગળીના બિયારણનું વાવેતર કર્યું હતું. સામાન્ય રીતે ડુંગળીનું બિયારણ તૈયાર કરવા 6 મહિના લાગે.

આથી ડુંગળીના કંદમુળને ફેંકી દેવું પડતું હોવાથી તેનો બીજી વખત લાભ મળતો નથી. આ વર્ષે ખેડુતોએ બિયારણ પકાવવા 20 થી 25 હજારની ડુંગળી ખરીદીને વાવેતર કર્યું હતું. પણ વાતાવરણમાં સતત ઝાકળને લીધે 75 ટકા બિયારણ નિષ્ફળ ગયું છે. આમ જ્યારે આવતા વર્ષે ખેડુતોને પાેતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરવા બિયારણ તૈયાર કરવાનો સમય આવ્યો એ પહેલાં સતત ઝાકળ વરસતાં પાક નિષ્ફળ ગયો હતો. આથી આવતા વર્ષે ખેડુતોએ ડુંગળીનું વાવેતર કરવા ઉંચી કિંમત ચૂકવવી પડશે. જેને લઇ ખેડુતો ચિંતીત બન્યા છે.

બિયારણના ભાવમાં ફેરફાર
અજાબના બિયારણ વેપારી મગનભાઇ અઘેરાએ જણાવ્યું કે, પીળી પટ્ટી કરતાં લાલ પટ્ટી ડુંગળીનો ભાવ ઉંચો હોય છે. ખેડુતો આવું બિયારણ 1 થી 2 હજાર રૂપિય કિલોના ભાવે વેચે છે. જ્યારે પેકીંગ કરતી કંપનીવાળા 3 થી 4 હજાર લે છે. જાે ખેડુતો જાતે બિયારણનું ઉત્પાદન ન કરે તો આ બિયારણની કિંમત 75 ટકા ઉંચી ચૂકવવી પડે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો