છાત્રોમાં ઉત્સાહનો માહોલ:કેશોદ પ્રાથમિક શાળાઓમાં 70 ટકા વિદ્યાર્થીઓની હાજરી

કેશોદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોએ તિલક, મોં મીઠું કરાવી આવકાર્યા, કોરોના ગાઈડલાઈનનું પાલન કરાશે

સરકાર દ્વારા કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવી ઓફલાઇન પ્રાથમીક શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે કેશોદની ખાનગી શાળાઓ 25 નવેમ્બરનાં રોજ શરૂ થતા બાળકોને કુમકુમ તીલક કરી, મોં મીઠું કરાવ્યું હતું. તેમજ ટેમ્પ્રેસર ચેક કરી સેનેટાઈઝરની કામગીરી કરવામાં આવી હતી.

સરકારી શાળાઓ ગત 22 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. તેવા સંજોગોમાં 70 ટકા વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. આ અંગે શિક્ષકોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા માસ પ્રમોશન અપાતા છાત્રો સીધા જ આગળનાં વર્ગમાં પ્રવેશ મેળવતા જોવા મળી રહ્યાં હતા.

જો કે, કોરોના સમયે શેરી શિક્ષણ પણ મેળવ્યું હતું. જેમણે આ શિક્ષણ લીધું છે તેમને હાલ અભ્યાસમાં કોઈ જ મુશ્કેલી પડતી નથી. આમ શાળાઓ શરૂ થતા છાત્રોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...