તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામાન્ય રીતે કેશોદવાસીઓ મતદાન સમયે રસ્તા, પાણી અને લાઇટ જેવા મુખ્ય મુદાઓ નજરમાં રાખીને મતદાન કરતા હોય છે. પણ આ ચૂંટણીમાં જે મુદ્દે પાલીકા અને નગરજનો વચ્ચે રોજીંદી માથાકુટ મિલ્કત વેરામાં અસહ્ય વધારો, વોર્ડ વાઇઝ સફાઇમાં ભેદભાવ, પાણી આપવામાં ભેદભાવ, રેઢિયાળ પશુઓનો ત્રાસ, કોમર્શિયલ બાંધકામાેમાં પાર્કીંગ અને ટોઇલેટની અસુવિધાઓ, શાકમાર્કેટ માટે જગ્યા ફાળવણીમાં અન્યાય, કચરો ઠાલવવા કમ્પોઝ્ડ પ્લાન ઉભો કરવો, ગટરના પાણીનો રીસાઇકલીંગ પ્લાન ઉભો કરવો, હોકીંગ અને નોન હોકીંગ ઝોન જાહેર કરવા, પૂર્વ તરફના લોકો માટે ફાટકનો પ્રશ્ન જેવી અનેક સમસ્યાઓને નજર સમક્ષ રાખી મતદાન કરશે. પાલીકાની ગત બોડીની ચૂંટણીમાં મતદારોએ ભાજપને 22 અને કોંગ્રેસને 14 બેઠકો આપી હતી. સત્તા ભાજપની હતી.
બાદમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસની સીટ વધી એટલે વિરોધ પક્ષ મજબુત બન્યો. આમ છતાં વિરોધપક્ષ તરીકે નબળો રહ્યો. શહેરીજનાેની જે અપેક્ષા હતી તે ન સંતોષાઇ. આમ છતાં ભાજપમાં ઉમેદવારી કરવા હોડ જામી. જ્યારે કોંગ્રેસ દ્વારા ટિકીટ ન મળતાં ઉમેદવારોનો પક્ષમાં સમાવેશ કરવા ગતિવીધીઓ તેજ બની. જેને ટિકીટ ન મળી તેણે પક્ષ પલ્ટો કરીને કે છાને ખૂણે રોષ વ્યક્ત કર્યો. જે શાસકપક્ષને નુકસાન કરશે. એમ જાણકાર સુત્રો માને છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.