તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કાળ:કેશાેદ સ્મશાને 6 દિ'માં 59 મૃતદેહને અગ્નિદાહ

કેશાેદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 હજારથી લઇ 8 હજારની વસ્તીવાળા ગામાેમાં એવરેજ 40 થી 50ના માેત
  • દવાના ભાવમાં નિયંત્રણ લાવવા કલેક્ટરને રજુઆત

કેશાેદના સ્મશાન ખાતે સાેમ થી લઇ શનિવાર સુધીમાં કુલ 59 મૃતદેહાેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ તમામ માેત શહેરના જુદા-જુદા વિસ્તારમાં થયાં હતાં. જ્યારે આજે સ્મશાનમાં એક અઠવાડિયા પહેલાંના 6 દિવસનાે આંકડાે 35 મૃતદેહેાનાે હતાે. એટલે કે ચાલું સમયગાળામાં મૃત્યુની સંખ્યા વધીને 24 થઇ હતી. જેમાં શનિવાર સવારે એક સાથે 3 મૃતદેહાેના અગ્નિ સંસ્કાર થતાં વેઇટીંગ જેવાે માહાેલ જાેવા મળ્યાે હતાે.

હાલ દર્દીની સારવાર અને માેત જુદા જુદા સ્થળાે થતી હાેય તટસ્થ આંકડા કહેવા મુશ્કેલ છે. આમ ગ્રામ્ય પંથકના અજાબ, મેસવાણ, કેવદ્રા કે જેની વસ્તી 6 થી લઇ 8 હજારની છે તેમાં છેલ્લાં 2 મહિનામાં 40 થી 50 માેત નિપજ્યાનું બહાર આવી રહ્યું છે. કાેરાેનાની તપાસ માટે એન્ટીજન ટેસ્ટ કીટ પુરતા પ્રમાણમાં કાેરાેના ટેસ્ટ કીટ વધારવા ઝડપી રીપાેર્ટ આપવા તેમજ દવાના ભાવમાં નિયંત્રણ લાવવા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે.

ત્રિવેણી સંગમ કિનારે સેવાભાવી યુવાનો છેલ્લા 20 દિવસથી રોજનાં 25 મૃતદેહનાં કરે છે અગ્નિદાહ
વેરાવળ પાટણ સહિત આજુબાજુના વિસ્તાર અને સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાંથી સોમનાથ ત્રિવેણી સ્મશાનમાં 25 થી વધુ મૃતદેહ લાવવામાં આવે છે. જેમાં 75 ટકા કોવિડમાં મૃત્યું પામેલા લોકો આવે છે. સ્મશાનમાં એક માત્ર ગેસ આધારીત ભઠ્ઠી હતી. જે 10 થી 15 દિવસથી બંધ છે. અને હજુ સુધી નગરપાલિકા દ્વારા રીપેરીંગ કરવામાં આવેલ નથી.

પરંતુ વેરાવળ ખારવા સમાજનાં પટેલ જીતુભાઇ કુહાડા અને પ્રભાસ પાટણ કોળી સમાજનાં જેસલભાઇ ભરડા અને અન્ય યુવાનોની છેલ્લા 20 દિવસની સતત મહેનતને કારણે સ્મશાનમાં રોજનાં 25 થી વધુનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. જેમાં રોજનાં 6 થી 7 ટ્રેકટરો લાકડા જીતુભાઇ કુહાડા અને લાટી, કદવાર, નાનાકોળી સમાજ પ્રભાસ પાટણ, પીપળીની કાદી, કંસારાની કાદી સહિત વિસ્તારોમાંથી આવે છે. } તસવીર - રાજેશ ભજગોતર

અન્ય સમાચારો પણ છે...