કાર્યવાહી:પોલીસ મોદીની સભામાં હશે માની ઘુસાડવો'તો, 563 પેટી દારૂ પકડાયો

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોંદરડા ગામે જીઆઈડીસીના બંધ પડેલા કારખાનામાં રાખવામાં આવ્યો હતો, પોલીસે 2 શખ્સની અટક કરી

કેશોદનાં સોંદરડા ગામે જીઆઈડીસીમાં ભાડે રાખવામાં આવેલ કારખાનામાં ઈગ્લીંશ દારૂનું કટીંગ થવાનું હોવાની બાતમીનાં આધારે સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી કોલસા ભરેલ ટ્રક નીચે બનાવવામાં આવેલ બોક્ષમાંથી 563 પેટી ઇગ્લીશ દારૂ ઝડપાયો હતો. અને કેશોદ પોલીસે બંને શખ્સને ઝડપી લઈ વિજિલન્સની ટીમને સોંપી દીધા હતા. જૂનાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાજરી આપવાના હોય જેને લઈ કેશોદ પોલીસ વ્યવસ્થામાં રોકાયેલી હતી ત્યારે સ્ટેટ વિજિલન્સ દ્વારા રેઈડ કરી કેશોદના સોંદરડા ગામે કારખાનામાં રખાયેલ કોલસા ભરેલ ટ્રક નીચે બનાવવામાં આવેલ બોક્સમાંથી 563 પેટી ઈગ્લીશ દારૂ ઝડપી પાડ્યો હતો.

તેમજ ટ્રક ઉપર લખાણે જોતા તે રાજસ્થાનનો હોવાનું જાણવા મળે છે. ુ તેમાં લગાવેલી નંબર પ્લેટ જીજે 12 ઝેડ 2450 નંબરની હોય પોલીસ ઉંડાણ પૂર્વક તપાસ કરે તો વધુ વિગતો બહાર આવી શકે એમ છે. તેમજ દારૂનું કટિંગ કરવા બૂટલેગરો દ્વારા જીજે 36 વી 0850 નંબરના અન્ય વાહનનો ઉપયોગ કરવાનો હોય તેને પણ જપ્ત કર્યું હતું.

અગાઉ જીઆઇડીસીમાં એલસીબી દ્વારા અને સ્થાનિક પોલીસ દ્વારા માણેકવાડા વાડી વિસ્તારમાં દારૂનું કટિંગ થતાં પોલીસે બુટલેગરો મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢ પોલીસ બુટલેગરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે છે તેવા સમયે કેશોદ આસપાસના વિસ્તાર બુટલેગરોને વધુ સુરક્ષિત લાગે છે તેવુ જણાઈ રહ્યું છે.

ટ્રકમાં ઉપર કોલસો નીચે દારૂની પેટી
ટ્રકની ઉપરના ભાગે કોલસો જયારે અંદરના ભાગે ભોયરા જેવું બોક્ષ બનાવવામાં આવ્યું હતું. પોલીસે પતરૂ ખખડાવતાં બોદો અવાજ આવતાં શંકા આધારે પતરાના બોલ્ટ ખોલી હટાવતાં અંદર દારૂની પેટી મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...