તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ફોલોઅપ:બામાણાસા ઘેડમાં ઓઝતની સંરક્ષણ દિવાલ માટે 44.34 લાખ

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાેમાસુ શરૂ થવા આડે એક મહિનો બાકી હોઇ, બાંધકામની શરૂઆત આજે થતી હોય તો કાલ ન ટાળવા માંગ કરવામાં આવી

કેશોદના ઘેડ પંથકની જીવાદોરી સમાન ઓઝત નદી ચાેમાસાના સમયે જ્યારે પણ ગાંડીતુર બને છે ત્યારે ખેડુતોએ નદી કાંઠે બનાવેલા કાચી માટીના પાળા (સંરક્ષણ દિવાલ) નું ધોવાણ થાય છે. તેની સાથે જમીન ધોવાણ અને હજારો વિઘામાં પાણી ફરી વળતાં ચાેમાસુ પાક નિષ્ફળ જાય છે. ગત વર્ષે ચોમાસામાં પરબતભાઇ કરંગિયાની જમીન કાંઠે આવેલો માટીનો પાળો તૂટતાં ખુબ નુકસાન થયું હતું. ઘટનાની નોંધ લઇ પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકે સંસદ સુધી પોતાની રજૂઆત પહોંચાડી હતી.

જ્યારે ધારાસભ્ય દેવાભાઇ માલમે પણ પાેતાના પ્રવાસ દરમિયાન ખેડુતોની રજુઆતોને સરકાર સુધી પહોંચાડ્યા હતા. જેના ફળ સ્વરૂપે ઓઝત નદીના કાંઠે 44.34 લાખના ખર્ચે સીસી સંરક્ષણ દિવાલ બનશે. રજુઆત મુખ્યમંત્રી રૂપાણીએ ધ્યાને લેતાં નર્મદા જળસંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ મંજુરી મળતાં કામની શરૂઆત થશે. જાેકે, ચોમાસાને હવે 1 મહિનાની વાર હોઇ ચોમાસુ શરૂ થયે આ કામ શક્ય નથી. ત્યારે આ કામ જાે આજે જ શરૂ થતું હોય તો કાલ પર ન ટાળવા ખેડુતોએ માંગ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...