મતદાન:કેશોદ 88 વિધાનસભા મતક્ષેત્રમાં 583માંથી 400 કર્મીઓએ કર્યું મતદાન

કેશોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદાનથી વંચિત ન રહે, મત આપ્યાંનો અહેસાસ થાય માટે ફેસેલીટેશન કેન્દ્ર ઉભું કરાયું

કેશોદ 88 વિધાનસભા મતક્ષેત્ર માટે કર્મચારીઓ મતદાન કરી શકે તે માટે ફેસેલીટેશન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું હતું. આ ફેસેલીટેશન કેન્દ્ર પર ચૂંટણી ફરજ ના કારણે કર્મચારીઓ મતદાન થી વંચિત ન રહે અને મતદાન કર્યા નો અહેસાસ થાય તે માટે 583 પોલીસ અને મહિલા કર્મચારીઓ મતદાન વ્યવસ્થા ઉભી કરાતાં 400 જેટલા કર્મીઓએ મતદાન કર્યું હતું.

આ માટે તંત્ર દ્વારા કર્મચારીઓને અગાઉ જાણ કરી દેવામાં આવી હતી. મતદાન સમયે મોટી સંખ્યાં માં કર્મચારી ભાઈ બહેનો મતદાન કરવા ઉત્સાહ બતાવ્યો હતો. પરંતુ ક્યાંક એવું પણ જોવા મળ્યું કે મતદાન કરવા 12 નંબર નું ફોર્મ ભર્યું હોવા છતાં મતદાન કરવાના લિસ્ટમાં નામ ન હોય, મતદાન કરવા કર્મચારીઓ નારાજ થતાં જોવા મળ્યાં હતાં. તે સમયે કર્મચારીઓએ મતદાન કરવા જીદ પકડતાં ફેસેલીટેશન માં મતદાન નહીં થાય તો બેલેટ પેપર થી મતદાન થઈ શકશે તેવી ચૂંટણી તંત્રએ જાણકારી આપી હતી.

પોસ્ટલ બેલેટ પેપર ઇસ્યુ કરાશે: અધિકારી ?
આ અંગે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરવા કિશન ગરસરે જે કર્મચારીઓના નામ નથી તેઓને પોસ્ટલ બેલેટ પેપર ઇસ્યુ કરવામાં આવશે જેથી તે મતદાન થી વંચિત નહીં રહે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...