કાર્યવાહી:કેશોદમાં ચોરીના બનાવમાં 4 ના રીમાન્ડ પૂર્ણ, જેલહવાલે કરાયા

કેશોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુનો દાખલ થયા બાદ 7 વર્ષથી ફરાર મહિલા ઝબ્બે

કેશોદ પોલીસે ગાંધીનગર વિસ્તાર અને એરપોર્ટ રોડ પર ચોરીની ઘટનામાં સામેલ 4 આરોપીઓનો ક્રાઇમ બ્રાંચ પાસેથી કબ્જો મેળવી કોર્ટમાં રજૂ કરતાં 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયાં હતાં. પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ તેમની પાસે રિકન્સ્ટ્રકશન કરાયું હતું. જયારે આરોપીઓ કણઝાધાર મેંદરડા ચોરી કરવાનો પ્લાન ઘડી રહ્યાં હતાં. ત્યારે ક્રાઇમ બ્રાંચે શેરસિંગ ઉર્ફે સુરજસિંગ રણજીતસિંગ, હીરાસિંગ લક્ષ્મણસિંગ, હજારસિંગ, દિપસિંગ સુરજસિંગ બાવરીને ઝડપી પાડી પુછપરછ કરતાં કેશોદમાં ચોરી કર્યાનું કબુલ્યું હતું.

પોલીસે આપેલી વિગતમાં આરોપીઓ ઉપર અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલા હોય તેમ જણાવી ઘરે ઘરે જઈ તગારા વેચી બંધ મકાનની રેકી કરી તસ્કરી કરતાં હતાં. કેશોદ કોર્ટના 2 દિવસના રિમાન્ડ દરમ્યાન વધુ વિગતો મેળવવા પોલીસે રિકન્સ્ટ્રકશન કરાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી. રિમાન્ડ પૂરા થતાં વોરંટ આધારે જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યાં હતાં. ત્યાંથી આરોપીઓએ વેરાવળ ચોરીને અંજામ આપ્યો હોય ત્યાંની પોલીસ કબ્જો મેળવશે તેવું વિગતો મળી રહી છે.

દરમિયાન કોડીનાર પોલીસ સ્ટેશનમાં 7 વર્ષ પહેલા એક મહિલા સામે ગુનો નોંધાયો હોય બાદમાં ફરાર હોય પોલીસે બાતમીનાં આધારે ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. અમરેલીનાં મોણપુર ગામે રહેતા રેખાબેન રસીકભાઈ જીલીયા વિરૂદ્ધ કોડીનાર પોલીસ મથકમાં 7 વર્ષ પહેલા કોઈ બનાવ સબબ ગુનો નોંધાયો હતો. અને રેખાબેન ફરાર હોઇ ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...