LCBની કામગીરી:મેંદરડામાં ચોરીના પ્લાન માટે કણજામાં 4 શખ્સ ભેગા થયા, પોલીસે પકડ્યાને કેશોદની ચોરીનો ભેદ ઉકેલાયો

કેશોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવસે તગારા વેચી રેકી કરતા’તા અને રાત્રે ચોરીને અંજામ આપતા

કેશોદમા 7 દિવસ પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. અને 4 શખ્સને એલસીબીએ ઝડપી લઈ કેશોદ પોલીસને સોપ્યા હતા. તપાસમાં એલસીબીએ કાર હીરાસીંગ લખમણસીંગ ચીખલીનગરની અને બાઈક દીપસીંગ સુરજસીંગ ચીખલીનગર રે. માંગરોળનું હોવાનું બહાર આવતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. અને આ બંને વાહનો કણઝાધાર પાસે હોવાની બાતમી મળતા જ પોલીસે વોંચ ગોઠવી હતી.

અને આ શખ્સોએ પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે ચારેયને ઝડપી લઈ આકરી પૂછપરછ શરૂ કરતા કેશોદ અને વેરાવળમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. અને આજની રાતે મેંદરડામાં ચોરી કરવાનો પ્લાન કરવા માટે એકઠા થયા હોવાનું જણાવ્યું હતું.

આ બનાવમાં પોલીસે શેરસિંગ ઉર્ફે સુરજસિંગ, પ્યારાસિંગ હજારસિંગ, હીરાસિંગ લખમણસિંગ, દિપસિંગ સુરજસિંગ ઝડપી લીધા હતા. અને બાઈક, કાર સહિત 2,98,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓ પૈકી 3 વિરૂદ્ધ અગાઉ ગુના દાખલ થઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...