તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:જે ઝુંપડાવાસી 1 વૃક્ષ વાવી 3 વર્ષ ઉછેરે તેને 3 વર્ષ સહાય

કેશોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેશોદનાં રાણીંગપરા ગામે 40 ઝુંપડપટ્ટીવાસીઓને તાલપત્રીની ભેટ અપાઇ

કેશોદની એક સ્વયંસેવી સંસ્થાએ રાણીંગપરા ગામે ઝુંપડપટ્ટીમાં રહેતા 40 લોકોને તાડપત્રીની ભેટ અપાઇ હતી. આ સાથે જે પરિવાર 1 વૃક્ષ વાવી તેનો 3 વર્ષ સુધી ઉછેર કરે તો એ પરિવારને 3 વર્ષ સુધી વિવિધ પ્રકારની સહાયની જાહેરાત પણ સંસ્થાએ કરી હતી.કેશોદની દેસાઇ અમૃતબેન સવજીભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાણીંગપરા ગામના ઝુંપડપટ્ટીમાં વસતા 40 લોકોને ચોમાસામાં વરસાદથી બચવા નિ:શૂલ્ક તાડપત્રીનું વિત્તરણ કર્યું હતું.

આ તકે ટ્રસ્ટના સંચાલક ડાયાભાઇ દેસાઇએ ઝુંપડા ધારકો પૈકી જે કોઇ 1 વૃક્ષ વાવી તેનું 3 વર્ષ સુધી જતન કરે તેને સતત 3 વર્ષ સુધી વિવિધ સહાય કરવાની જાહેરાત કરતાં ઝુંપડપટ્ટીવાસીઓએ વૃક્ષનું વાવેતર કરવાની બાંહેધરી આપી હતી.

આ ટ્રસ્ટ હેઠળ મુક્તિરથ, વિકલાંગ, વૃદ્ધ, અશક્ત, જરૂરિયાતમંદ લોકો માટે સાધન સામગ્રીની સહાય જેવી વિવિધ સેવાકિય પ્રવૃત્તિ કરવામાં આવેે છે. આ તકે ગામના સરપંચ રમેશભાઇ, સર્વજ્ઞાતી પ્રમુખ હરદેવસિંહ રાયજાદા, ડો. સ્નેહલ તન્ના, ડો. પ્રેમાંગ ધનેશા, હરીશભાઇ ચાંદ્રાણી, બળદેવસિંહ ગોહિલ, ભારત વિકાસ પરીષદ, અક્ષય ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...