કેશોદનાં અગતરાય ગામના હમીરભાઇ ઉર્ફે પરેશભાઈ ખીમાભાઈ ખાંભલાં (ઉ.વ.26) મુસાફરો માટે કેશોદ- જુનાગઢ ભાડાનું વાહન ચલાવતાં હોય કેશોદ બસ સ્ટેશન નજીક પહોંચતાં તેમના ઉપર ૩ શખ્સોએ હુમલો કર્યો હતો. અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, ગાળો બોલી, તને ધંધો નહીં કરવા દઈએ તેવું કહી ઢીકાપાટુનો માર માર્યો હતો.
આથી ઇજાગ્રસ્ત યુવકને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ હતી. યુવકની ફરિયાદ આધારે પોલિસે કેશોદના આદિલ ઇકોવાળો, દાનીશ ઈકોવાળો તેમજ તનવીર ગેરેજવાળા વિરૂદ્ધ એટ્રોસીટી સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. હુમલો કરનાર શખ્સો પણ મુસાફરો માટે ભાડાના વાહન ચલાવતાં હોય તેમણે યુવકને કેશોદ આવ એટલે જોઈ લેવા ચીમકી ઉચ્ચારી હતી તે મુજબ યુવક કેશોદ આવતાં ધંધાનો ખાર રાખી હૂમલો કરાયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી લેવાં ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.