સુવિધા:કેશોદની 61 વર્ષ જૂની સરકારી ગર્લ્સ શાળા નવી બનાવવા 2.60 કરોડ મંજૂર

કેશોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેબોરેટરી, લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધામાં થશે વધારો
  • 11-12 સાયન્સને મળી શકે છે મંજુરી, 6 મહિનામાં માળખુ તૈયાર થશે

કેશોદ શહેરમાં ઇ.સ. 1960થી કાર્યરત તાલુકાની એકમાત્ર સરકારી ગર્લ્સ હાઇસ્કુલનું નવ નિર્માણ રૂ.2.60 કરોડના ખર્ચે તૈયાર થશે. આગામી 6 મહિનામાં સ્કુલનું નવું માળખુ તૈયાર થઇ જશે.બાંધકામ જર્જરિત બનતાં સ્કુલ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીનીઓનું શૈક્ષણિક કાર્ય અન્ય સ્થળે ખસેડવામાં આવ્યું હતું. ત્યારથી સ્કુલ બંધ થશે તેવી શહેરમાં ચર્ચાઓ જાગી હતી. આ સ્કુલમાં તાલુકાભરની 300 કરતાં વધુ દીકરીઓ અભ્યાસ કરતી હોય છે. તેવા સમયે શિક્ષણવિદ અને સામાજીક કાર્યકર બિજલભાઇ સોંદરવાએ સાંસદ રમેશભાઇ ધડુક, ધારાસભ્ય દેવાભાઇ માલમ સહિતનાઓને રજૂઆત કરી હતી.

આથી આરએન્ડબી વિભાગે 6 કલાસ રૂમ, 1 લાયબ્રેરી, 3 લેબોરેટરી, 1 સ્ટાફ રૂમ, 1 કોમ્યુટર લેબ, 1 વહીવટી રૂમ, 1 વોટર રૂમ, 4 ડબલ્યુ/સી 3 સીડી, 2 ઇલેક્ટ્રીક રૂમ સહિતનો 1126 ચો મીટર ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની જગ્યાનો ડિઝાઇન પ્લાન તૈયાર કર્યો છે. જેનો સંભવિત ખર્ચો રૂ.2.60 કરોડ થશે આ પ્લાનને મંજુુુરી માટે માેકલી અપાયો છે. ત્યારબાદ એસ્ટીમેન્ટ, વહીવટી મંજુરી, ટેન્ડરીંગ સહિતની પ્રક્રિયા હાથ ધરાશે જેને 6 મહિના જેવો સમય લાગશે ત્યારબાદ નવી સ્કુલનું માળખું તૈયાર થશે. નવા બાંધકામની જાહેરાત થતાંં શિક્ષણવિદ, વિદ્યાર્થીનીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળી હતી.

સાયન્સ માટે પ્રપોઝલ મુંકવા વિચારણા
આ સ્કુલમાં ધો 11-12 સાયન્સનું ભણતર શરૂ થાય તે માટે સ્કુલના નવા બાંધકામ બાદ પ્રપોઝલ મુંકવા વિચારણા ચાલી રહી છે. આ મંજુરી મળતાં સાયન્સમાં અભ્યાસ કરતી દીકરીઓને અભ્યાસ કરવા દુર જવું નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...