ક્રાઈમ:કેશોદ બાયપાસ પરથી ઓવરલોડ ખનીજ ભરેલાં 2 ટ્રક કબ્જે કરાયાં

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ કાર્યવાહી બાદ ખનીજ વિભાગને જાણ કરી

કેશોદ પોલીસે સોંદરડા નજીક આવેલ બાયપાસ પર પસાર થતાં 2 ઓવરલોડ ખનિજ ભરેલાં ટ્રક ને જપ્ત કરી તેમના વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરી ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ કેશોદ પોલીસને મળેલી ખાનગી બાતમી આધારે સોંદરડા નજીક બાયપાસ પર ગેરકાયદેસર ખનિજ હેરફેર કરતાં ટ્રક પસાર થવાના છે જે અંગે પેટ્રોલીંગ કરતાં આગળ પાછળ ઓવરલોડ ખનિજ ભરેલાં જીજે 37 ટી 7955 અને જીજે 10 ટીવી 8231 નંબરના 2 ટ્રક ની તપાસ કરતાં રોયલ્ટી પાસ હોવાની જાણકારી મળી હતી. પરંતુ આ ટ્રકમાં ઓવરલોડ ખનિજ હોય ટ્રકને પોલીસ સ્ટેશને લાવી ખનિજ વિભાગને જાણ કરવા સહિત ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...