લમાં 2 છાત્રો પાસેથી સાહિત્ય પકડાયું:કેશોદમાં આવેલી 2 શાળામાં ધો-10ની પરીક્ષામાં 2 કોપી કેસ

કેશોદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસએસસી બોર્ડની ચાલી રહેલી પરીક્ષામાં
  • સિગ્મા, વી.એસ.પબ્લીક સ્કુલમાં 2 છાત્રો પાસેથી સાહિત્ય પકડાયું’તું

કેશોદ ખાતે ચાલી રહેલી એસએસસી બોર્ડની પરીક્ષામાં શહેરની બે શાળામાં 2 પરીક્ષાર્થીઓ પાસેથી સાહિત્ય મળી આવતાં તેમના વિરૂદ્ધ કોપી કેસ કરાયા હતા. શિક્ષણ બોર્ડ દ્વારા 2 છાત્રો વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાઈ હતી.

આ અંગે મળતી વિગત મુજબ 14 થી 29 માર્ચ દરમિયાન ધો-10,12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે શુક્રવારના રોજ એસએસસી બોર્ડનું બેઝિક ગણીત વિષય પરનું પેપર હતું. તે સમયે પરીક્ષા આપતી વખતે ચોરી કરતા 2 વિદ્યાર્થી ઝડપાયા હતાં.

આથી ખંડ નીરિક્ષણ દ્વારા શહેરની સિગ્મા સ્કુલ કેન્દ્ર અને વી. એસ. પબ્લીક સ્કુલ કેન્દ્ર ખાતે પરીક્ષા આપતાં 2 પરીક્ષાર્થીઓ પાસેથી પરીક્ષાલક્ષી સાહિત્ય ઝડપાતાં તેમના વિરૂદ્ધ કોપી કેસ કરાયા હતા. આ અંગે કેશોદ એસએસસી ઝોનલ અધિકારી સાથે વાત કરતાં તેમણે આ બંને સ્કુલમાં એક - એક કોપી કેસ કરવામાં આવ્યો હોય તેની પુષ્ટિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...