કેશોદના એરપોર્ટ રોડ ધાર વિસ્તારમાં રહેતા કડવીબેન નંદાણિયા નામના 70 વર્ષના વૃદ્ધા કે જેના પરીવારમાં એક પુત્ર અને એક પૌત્ર હોય જેમાં પૂત્ર કહ્યામાં ન હોય પતિ અને પુત્રવધુનું દેહાંત થયું હોય એક બાળક સાથે નિરાધાર પરિસ્થિતી વચ્ચે જર્જરિત મકાનમાં રહેતાં હતાં. આ વૃદ્ધાનાં મકાનનો સ્લેબ જર્જરિત હાલતમાં હોય જેની જાણ કેશોદનાં રજનીભાઈ બુંસાએ હાલ રાજકોટ રહેતા અને મુળ કેશોદના નાની ઘંસારી ગામનાં જતિનભાઈ ચાવડાને કરી હતી.
જેથી જતિનભાઇ અને તેના મિત્ર નિલેશભાઈ ગોંડલિયાએ આવી પહોંચી વૃદ્ધાના મકાનનું નિરીક્ષણ કરી તાબડતોબ આ સ્લેબ પાડી ઉપર ઉઠાવવા ચણતર કરી 450 સ્કેવર ફીટની જગ્યામાં આવેલ 2 રૂમ, ઓસરી, ૨સોડામાં પતરાં ફીટ કરાવી આપ્યાં હતાં. અને તળિયામાં ફ્લોરીંગ ટાઇસ્ટ, શૌચાલય તેમજ લાઇટ ફીટીંગ કરાવી આપ્યું હતું. આ બંને યુવકો સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી વાતોમાંથી પ્રેરણા લઈ 2014 થી અનેક સેવાઓ કરી રહ્યાં છે. તેઓ દ્વારા સરકારી ભરતી મેળામાં 2014,15,16માં પરીક્ષાર્થીઓ માટે ફ્રી લેકચર, ફ્રી મટીરિયલ્સ તથા રહેવા-જમવાની સેવા પણ આપી હતી.
કોરોના મહામારી સમયે પણ લોકોને સેવા પૂરી પાડતા’તા
કેરોના મહામારી સમયે દર્દીઓ માટે ઓક્સીજન સિલિન્ડર અને જરૂરિયાતમંદ લોકો માટે રાશનકીટ પુરી પાડવી તેમજ વિકટ પરિસ્થિતી વચ્ચે મૃતાત્માને સ્મશાને પહોંચાડી હિન્દુ ધાર્મીક વિધિ અનુસાર અગ્નિદાહ કરી આપવા સહિતની સેવા પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.