તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:13 વર્ષ પહેલાં 10 માનું પરિણામ શૂન્ય, આજે શ્રેષ્ઠ શાળાની યાદીમાં

કેશોદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2008 માં ધાે-10 માં 0 ટકા પરીણામ, 2021 માં જિલ્લાકક્ષાએ પ્રથમ, 9 ગામનાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
 • રાજ્યમાં શાળાને પ્રથમ નંબરેે લઇ જવાનું સ્વપ્ન : કલેકટરનાં હસ્તે રૂપિયા 1 લાખનું પુરસ્કાર

વર્ષ 2008 માં જે શાળાનો એકપણ વિદ્યાર્થી ધો. 10 ની બોર્ડની પરીક્ષામાં પાસ નહોતો થયો એ શાળા આજે ગ્રામ્ય કક્ષાએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેને પગલે જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે શાળાને 1 લાખનો ચેક અપાયો છે. કેશોદના કોયલાણા (લાઠિયા) ગામે આવેલી આદર્શ વિદ્યા મંદિરમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના કુલ 161 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગામની વસ્તી 1 હજારની છે.

શાળામાં ભણતરની ગુણવત્તા એટલી સારી છે કે, આસપાસના 9 ગામના વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે. 1982 માં શરૂ થયેલી આ શાળાનું શિક્ષણ સ્તર એટલી હદે કથળ્યું હતું કે, 13 વર્ષ પહેલાં ધો. 10 માં ભણતો એકપણ વિદ્યાર્થી પાસ થયો ન હતો. એ વખતે નવા પ્રિન્સિપાલ હિતેન્દ્રગર વસંગતર ગૌસ્વામીની નિમણૂંક થઇ. આજે આ શાળા તમામ પ્રવૃતિઓમાં આગળ છે.

જિલ્લા શિક્ષણાધિકારી અને તેમના વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન થતાં ગ્રામ્ય લેવલે જૂનાગઢ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પરિણામે શાળાને રૂ. 1 લાખનો ચેક એનાયત કરાયો છે. પ્રિન્સિપાલનું સ્વપ્ન છેકે, આ શાળા રાજ્યની શ્રેષ્ઠ શાળા બને અને પોતે શ્રેષ્ઠ શિક્ષક બની રહે.

2014 માં ધો. 10 ની તમામ છાત્રા પાસ થઇ હતી
2014 માં અહીં ધો. 10 ની તમામ વિદ્યાર્થીનીઓ પાસ થતાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે એવોર્ડ મળ્યો હતો. જ્યારે 2018 માં ધો. 10 નું 100 ટકા પરીણામ આવ્યું હતું. આ ઉપરાંત રસ્સા ખેંચ, કબડ્ડી, ખો-ખો, થ્રો બોલની 4 ટીમ રાજ્યકક્ષાએ રમી ચૂકી છે.

આ મુદ્દાને લીધે શ્રેષ્ઠ શાળા બની
શિક્ષણ વિભાગ દ્વારા શાળાનું મેદાન, છેલ્લાંં 3 વર્ષનું પરીણામ, રમતગમત ક્ષેત્રે અગત્યનું પ્રદાન, વિજ્ઞાન પ્રદર્શન, પ્રકૃતિને લગતી પ્રવૃતીઓ, સ્વચ્છતા, વિદ્યાર્થીઓની હાજરી અને તેમની પ્રવૃત્તીઓ, સમાજીક પ્રવૃતીઓ જેવા મુદ્દા ધ્યાને લેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો