તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેશાેદ ભારત વિકાસ પરીષદે વડિલાે પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા દ્વિતિય વડિલ વંદના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં 60 થી 95 વર્ષની ઉંમરના 118 વડિલાે હાજર રહ્યા હતાં. વડિલાેને જુના ગીતાે વગાડી ચકલી ઉડે ફરર, ઇસકી ટાેપી ઉસકે સર, બાેલ ફેક જેવી હળવી રમતાે રમાડી તેમનું બાળપણ યાદ કરાવ્યું હતું. આ રમતાેમાં ધારાસભ્ય દેવાભાઇ માલમેે પણ ભાગ લીધાે હતાે. વડિલાેના પુંજન કરવાના મુખ્ય ઉદેશ સાથે હાજર સાૈ કાેઇએ તેમના માતા પિતા કે તેમના પરીવારના વડિલાેનું કુમકુમ તિલક ચાંદલાે કરી ફુલહાર પહેરાવી પ્રદક્ષિણા કરી મીઠું માેઢું કરાવી પુંજન કર્યું હતું. તથા વૈદિક પરંપરા મુજબ શાસ્ત્રાેક્ત મંત્રાેચ્ચાર સાથે શાસ્ત્રી પ્રદિપભાઇ પંડયાએ પુંજન કરાવ્યું હતુ.
કાર્યક્રમ દરમ્યાન રાજકાેટ થી ખાસ પધારેલ એમ.ડી. મેઘનાથી અને બ્રહ્માકુમારી રૂપાબેને વડિલાે સાથે સંવાદ કર્યાે હતાે. ડીવાયએસપી જે બી ગઢવીએ જણાવ્યું કે વડિલાે સાથે સેલ્ફી લઇ સાેશ્યલ મીડિયામાં વાઇરલ કરવાના ક્ષણિક આનંદ કરતાં તેની સાથે રાેજે રાેજ સમય વિતાવવાે તે ખુબ જરૂરી છે. પરીષદ પ્રમુખ ડાે. સ્નેહલ તન્ના તેમજ સભ્યાેએ ઉપસ્થિત સાૈ કાેઇને જણાવ્યું કે વડિલાેને રમત રમાડી પરીવાર દ્વારા તેમનું પુજન કરાવવું તે અમારા માટે ગર્વની ક્ષણ કહેવાય છે.
વડિલોને ઈનામ આપવામાં આવ્યા
બાળ રમતાેમાં પ્રથમ દ્વિતિય અને તૃતિય આવનાર વડિલાેને ઇનામ તેમજ જેમનું પુંજન કરવામાં આવ્યું. સા વડિલાેને તંદુરસ્તી જાળવવા પુસ્તિકા, માળા, હનુમાન ચાલીસા જેવી વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.