આયોજન:કેશોદ શહેર મધ્યે અને તેની ચારેય દિશામાં શ્રીફળનો હોમાત્મક હવન,11,000 શ્રીફળની આહૂતી અપાશે

કેશોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીફળ સહિત 32 ઔષધિનો ઉપયોગ થશે, વાતાવરણ શુદ્ધિ માટે યજ્ઞનું આયોજન

કેશાેદ પીપલિયાનગરમાં આવેલા શ્રી સંતરામમઢી , શહેર ચારેય દિશાના તાલુકાના કણેરી, અગતરાય, મહંત સીમરાેલી, સાેંદરડા રામ મંદિરે વાતાવરણમાંથી કાેરાેના મુક્તિ મળે તે માટે વાયુ શુધ્ધિ ત્રિદિવસીય હાેમાત્મક હવનનું આયાેજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે યજ્ઞ આચાર્ય ડાેે મહાદેવ પ્રસાદજી દ્વારા શાસ્ત્રાેક્ત વિધિ સાથે શ્રીફળમાં 32 પ્રકારની ઔષધિય પુરી 2600 શ્રીફળનાે હાેમાત્મક યજ્ઞ કરવામાં આવ્યાે હતાે. કુલ 5 ગામના રામ મંદિર ખાતે કુલ 11,000 શ્રીફળનાે હાેમાત્મક થશે. શહેરમાં સત્સંગનું આયાેજન કરવામાં આવ્યુું છે. આ આયાેજન સંત મુળદાસબાપુ રામ મઢી સુરત દ્વારા કરવામાં આવ્યું છે.

11 હજાર શ્રીફળ સુરતથી આવ્યા
કેશોદમાં શરૂ થયેલા યજ્ઞમાં 11 હજાર શ્રીફળનો ઉપયોગ થવાનો છે. આ શ્રીફળ સુરતથી આવ્યાં છે. શ્રીફળનું ટોપરુ અલગ કરી તેની યજ્ઞમા આહૂતી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...