કેશોદ ના 14 બાળકો દિવ ખાતે યોજાયેલી રાજયકક્ષાની કરાટે ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભાગ લેવા ગયાં હતાં જે પૈકી 11 બાળકો 4 ગોલ્ડ, 2 સિલ્વર, 5 બ્રોન્ઝ મેડલ મેળવી પરત ફરતાં તેમના વાલીઓ દ્વારા ઢોલ શરણાઈના નાદ સાથે તેમનું હારતોરા કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન વેળાએ બાળકોએ પોતાની જીતની ખુશીમાં રોડ પર કરાટે ની કરતબ બતાવી હતી.
આ જોઈ વાલીઓમાં ખુશીની લાગણી પ્રવર્તી હતી. કરાટે કોચ શ્રદ્ધા બાલસે જણાવ્યું કે મેડલ મેળવનાર આ તમામ સ્પર્ધકો તા. 21 અને 22 મે ના રોજ ઓરિસ્સા ખાતે યોજાનાર નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેશે. સામાજીક કાર્યકર વિઠ્ઠલભાઇ ડોબરિયા, દિનેશભાઈ માલમ, રમેશભાઈ રતનધાયરા, વિશ્વ હિન્દુ પરીષદના કાર્યકરો હાજર રહ્યાં હતાં.
ગોલ્ડ,સિલ્વરમેડલ પ્રાપ્ત કરનાર બાળકો - વર્ષ 6 અને 7 ગ્રુપમાં રાતપિયા ,આધ્યા કાતા - ગોલ્ડ, સાંગાણી આશ્કા ફાઈટ - ગોલ્ડ, કાછડીયા વિવાન કાતા - ગોલ્ડ જયારે વર્ષ 10 અને 11 ડોબરીયા નમ્ર - કાતા - ગોલ્ડ, ફાઈટ - સિલ્વર, માલમ સતીષ ફાઈટ - સિલ્વર , કાતા - બ્રોન્ઝ, ધામેચા ઓમ કાતા - બ્રોન્ઝ, કાલરીયા માહી કાતા બ્રોન્ઝ તેમજ વર્ષ 12 અને 13 ગ્રુપમાં માલમ ક્રિષ્ના કાતા - સિલ્વર, ફાઈટ - સિલ્વર, બાલસ તિર્થ ફાઈટ સિલ્વર, બ્લેક / બ્રાઉન વર્ષ 12 અને 13 દયાતાર હર્ષ કાતા બ્રોન્ઝ ફાઈટ બ્રોન્ઝ, વર્ષ 14 અને 15 માં કોરીયા રોનક એ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.