બ્લડ ડોનેશન કેમ્પ:કેશોદ શહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા 100 બોટલ રક્ત એકઠું કરાયું

કેશોદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનસીસી વિભાગે કાર્યક્રમ યોજતાં સંસ્થાઓને અપીલ કરી'તી

કેશોદ શહેરમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં છાત્રાઓ એ 100 બોટલ રક્ત એકઠું કર્યું હતું.આ અંગેની મળતી વિગત મુજબ, કેશોદ યુ કે વી મહિલા કોલેજ ખાતે યુ કે વી એનસીસી એન્ડ એનએસએસ કેડર તેમજ એચડીએફસી બેંક ના સયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતા વિદ્યાર્થીની બહેનો જોડાઈ હતી. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 100 જેટલી બોટલ લોહી એકઠું કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ એનસીસી દિવસની ઉજવણી પ્રસંગે વેકેશન હોય પાછળના સમયમાં યોજવામાં આવ્યો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પના આયોજક એનસીસી ઓફિસર તરીકે પ્રો. ગીતાબેન ઝણકાત દ્વારા જણાવ્યું કે આ રીતે અન્ય સ્કુલ કોલેજોમાં પણ રક્તદાન કરવા વિદ્યાર્થીઓ આગળ આવે તેવી અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...