તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ:કેશોદ શહેરમાં ઓટલા પરથી 100, 20ની ચલણી નોટો મળી

કેશોદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને ફેલાવવાનાં ઇરાદાથી ફેંકી હોવાની અફવા ફેલાઇ
 • પોલીસ ધરેલ તપાસમાં કોઇની નોટ પડી હોવાનું બહાર આવ્યું

રહેણાંક વિસ્તારના જાહેર રસ્તાં પર આવેલ એક ઓટલા પરથી ચલણી નોટો મળી આવતાં સોસાયટીવાસીઓમાં ભય ફેલાયો હતો. આ ઘટનાની પોલીસને જાણ થતાં તાત્કાલીક પહોંચી તપાસ હાથ ધરી હતી પરંતુ ચલણી નોટો કોઇના ખિસ્સામાંથી પડી ગઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.  વધુ વિગતો જોઇએ તો લોકડાઉન સમયે કોરોના વાયરસ વાયરસ ફેલાવવા ચલણી નોટો જયાં ત્યાં ફેંકી દેવામાં આવતી હોવાની વાતો વચ્ચે કેશોદ શહેરની શ્રધ્ધા સોસાયટી વિસ્તારમાં જાહેરમાં 100 ની 3 અને 20 ની 1 એમ મળી કુલ 320 ની ચલણી નોટો મળી આવતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયાં હતાં અને સ્થાનીક લોકોમાં કોરોના વાયરસ ફેલાવવાનો ભય વ્યાપ્યો હતો. જોકે રહેવાસીઓએ પોલીસને બોલાવતાં તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને અંતે કોઇ નિષ્કર્ષ ન નીકળતાં કોઇ વ્યક્તિના પર્સ કે ખિસ્સામાંથી ચલણી નોટ પડી ગઇ હસે તેમ માની પરત ફરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો