વિજેતા બનવાની તૈયારી:કબડ્ડીમાં રાજ્યકક્ષાએ વિજેતા થવા 10 છાત્રાની 2 માસથી રોજ 2 કલાક પ્રેક્ટીસ

કેશોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોયલાણાની આદર્શ વિદ્યા મંદિરને શ્રેષ્ઠ શાળા માટે એક લાખનું ઇનામ પણ મળ્યું છે

કેશોદના કોયલાણાની આદર્શ વિદ્યા મંદિરની વિદ્યાર્થીનીઓએ કબડ્ડીમાં અન્ડર 19 માં જીલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું. આ શાળા જૂનાગઢ જિલ્લાની શ્રેષ્ઠ શાળા હોઇ કલેક્ટરે 1 લાખનું રોકડ ઇનામ પણ આપ્યું છે. આ શાળાના વિદ્યાર્થી ભાઇઓએ રસ્સાખેંચમાં અને બહેનાેએ ખો-ખો અને કબડ્ડીમાં રાજ્યકક્ષા સુધી રમીને ટીમની ઓળખ ઉભી કરી છે. હવે આ શાળાની 10 વિદ્યાર્થીનીઓ રાજ્યકક્ષાએ કબડ્ડીમાં જીતવા છેલ્લા 2 મહિનાથી રોજ 2 કલાક પ્રેક્ટીસ કરે છે.

આ માટે ટીમના કોચ કે. બી. ખાનપરા તેઓને ખોરાક સાદો રાખવાનું કહે છે. આ છાત્રાઓ ભણવાના સિવાયના સમયે પ્રેક્ટીસ કરે છે. તેઓ સ્કુલના સમય કરતાં 1 કલાક વ્હેલી આવી જાય. અને શાળાના સમય બાદ 1 કલાક વધુ રોકાઇને રાજ્યકક્ષાએ વિજેતા બનવાની તૈયારી સાથે આગળ વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...