સમસ્યા:કેશોદમાં નગરપાલિકાથી 400 મીટર દૂર 20 મીટર લંબાઈના પુલ ઉપર 10 જોખમી ખાડા

કેશોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીડબલ્યુડીએ 8 માસ પહેલા મોટાભાગના માર્ગ નગરપાલિકાને સોપ્યા પણ કામ થતું જ નથી

કેશોદ પાલીકા શહેરની શેરીઓ અને ગલીઓમાં ચોમાસામાં પડેલાં ખાડાઓ પુરવા અસક્ષમ હોય ત્યારે તેની ઉપર આરએન્ડબી વિભાગે વધારાના રોડની જવાબદારી સોંપી દીધી છે. જેને લઈ ચોમાસામાં પડેલાં ખાડા પુરવા પહોંચી ન શકતી હોય તેવા ઘાટ ઘડાયાં છે. મળતી વિગતો મુજબ કેશોદ શહેરમાં આવેલાં સ્ટેટ વિભાગના માર્ગ અને મકાન દ્વારા પોતાની જવાબદારીવાળા ચાર ચોકથી અક્ષયગઢ, તોરલ હોટલ, આઇટીઆઇ, કેશોદ - અગતરાય બાયપાસ ચોકડી, ફુવારા ચોકથી એરપોર્ટ, એરપોર્ટથી અગતરાય બાયપાસ રોડ જેવા રસ્તાઓને 8 મહિનાથી પાલીકાને સોંપી દીધા છે.

હવે આ તમામ રોડને નવા બનાવવા, રિકાર્પેટ કરવા કે સમારકામ કરવું તે પાલીકાની જવાબદારી છે. પરંતુ પાલીકા આવી કામગીરી કરવામાં આળશ કરી રહી છે. જેને લઈ ઉતાવળી નદીના 20 મીટર પુલ પર 10 મોટા અને અસંખ્ય નાના ખાડાઓ તેવી રીતે ચાર ચોક થી 100 મીટર રેલવે ફાટક તરફના રસ્તામાં અસંખ્ય ખાડાઓ પડ્યાં છે. જેનાથી શહેરીજનો અને રાહદારીઓને અવરજવર કરવા મુશ્કેલી પડી રહી છે.

ખાસ વાત એ છે ઉતાવળી નદી પરનો ખાડાવાળો પૂલ પાલીકા 400 મીટર જયારે ચાર ચોક થી રેલવે ફાટક વાળો રોડ 50 મીટર દુર છે તો પણ આ ખાડાઓ પાલીકાને ધ્યાને આવતાં નથી. તેથી ચોમાસામાં પડેલાં ખાડાઓ પુરવા સરકારનું મિશન અધુરૂ રહેતું જોવા મળી રહ્યું છે.

રોડ પર જ ખુલ્લા વીજ વાયર !
શહેરમાં ઉતાવળી નદીના પુલ પર ખુલાં વીજ વાયરો જોવા મળી રહ્યાં છે. તો સવાલ એ થાય દિવસભર ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર આ સ્થિતી હોય કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ ?

અન્ય સમાચારો પણ છે...