કેશોદ પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં અગતરાય ગામના યુવાન ને ઊંચા વ્યાજે રકમ આપી વ્યાજ ચક્રમાં ફસાવવા બદલ 5 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે પૈકી 1 મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડી તેમના વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરતાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં છે. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ અગતરાય ગામના કિરીટભાઈ જેન્તીભાઈ હીરાણીએ પાન ના ગલ્લાં માં નુકશાની જતાં વ્યાજે રકમ લીધી હતી.
જેમાં વ્યાજખોર રવિ ટાટમિયા, રાજ કરમટા, રામ રબારી, ડીજે ફ્રુટ વાળા અજય અને જે.પી. જવેલર્સ વાળા યશ દ્વારા 20 ટકા જેવા ઊંચું વ્યાજ વસૂલાતું હતું જો વ્યાજ ચુંકવવા થોડું મોડું થાય તો તેને ધાક ધમકી આપી પરેશાન કરાતો હતો. આ યુવાન અંતે કંટાળી મોબાઈલ સીમ કાર્ડ બંધ કરી સુરત ભાગી ગયો હતો.
તો વ્યાજખોરો અગતરાય ખાતે રહેતાં તેમના પરીવારને મારી નાખવાની ધાક ધમકી આપતાં હતાં અંતે યુવાને સુરત થી આવી આ 5 વ્યાજખોરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે પૈકી મુખ્ય આરોપી રવિ ટાટમિયા ને પોલીસે ઝડપી પાડી તેમના વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી હાથ ધરતાં તપાસ ચલાવી રહેલાં પીએસઆઇ કે. જે. પટેલે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે અન્ય 4 આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.