સરાહનીય કામગીરી:મહિલાને ઝેરી અસર થતા 108એ સારવાર આપી જીવ બચાવ્યો

બિલખા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

બિલખા 108ની ટીમની સમયસરની સારવારના કારણે દવાની ઝેરી અસર ધરાવતી મહિલાનો જીવ બચી જવા પામ્યો હતો. આ અંગે 108ના જિલ્લા અધિકારી વિશ્રૃત જોશીએ જણાવ્યું હતું કે, સાખડાવદર ગામે હેમીબેન નામની મહિલાને ઝેરી દવાની અસર થઇ હતી. દર્દીને ચક્કર આવવા લાાગ્યા તેમજ ઉબકા અને ઉલ્ટી થવા લાગ્યા હતા. જો સમયસરની સારવાર ન મળે તો જીવ બચવો મુશ્કેલ હતો.

આ અંગેની જિલ્લાના પ્રોગ્રામ મેનેજર જયેશ કારેનાને જાણ થતા તેમણે 108 બીલખાની ટીમના ઇએમટી વિશાલભાઇ ભાલોડીયા અને પાઇલોટ વિપુલભાઇ બાખલકીયાને તુરત મોકલી પ્રાથમિક સારવાર આપાવી હતી. સાથે ડોકટર પાસેથી ઓનલાઇન માહિતી મેળવી તે મુજબ ઇન્જેકશન પણ આપતા દર્દીનો જીવ બચી જવા પામ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...