કોરોના ઇફેક્ટ:બીલખામાં સોપારીનો ભાવ 400ને બદલે 550 બોલાય છે

બીલખા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાળા બજાર રોકવા માટે ભાવ બાંધણું કરવા ઉઠતી માંગ

હાલ બજારમાં સૌથી વધુ તેજી કયાંય જોવા મળતી હોય તો તે  તમાકું અને બીડીની હોલસેલ દુકાનોમાં દેખાઇ રહી છે. અને ત્યાં ગ્રાહકો ખુટતા જ નથી. પરંતુ ભાવ બાંધણું ન હોવાને કારણે મનફાવે તેવા ભાવ લેવાતો હોવાની બુમ  ઉઠવા પામી છે. જેમાં બીલખામાં સોપારીનાં 400ને બદલે 550 રૂપિયા લેવાઇ રહ્યાં છે. ત્યારે આવા સમયે ભાવ બાંધણું થાય તે જરૂરી છે. વાત કરીએ તો બીલખામાં બીડી, તમાકું અને સોપારીનાં વેપારી મનમાની કરતાં હોય. ઉપરાંત છુટ મળવા છતા પણ હજુ સુધી દુકાનો ન ખોલતા હોવાથી કાળા બજાર કરનારને જોર મળ્યું છે. જેના કારણે વસ્તુઓનો મનફાવે તેવો ભાવ લેવાઇ રહયાનો લોકોમાં ચર્ચાઇ રહયું છે.  આવા સમયે નાના વેપારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. જયારે ખરેખર એસોસીએશન દ્વારા નકકી કરવામાં આવેલા અથવા તો ભાવ બાંધણું કરવામાં આવે તો તેજ ભાવ લેવાઇ જેથી કરીને કાળા બજારીને અટકાવી શકાય તેમ છે. ત્યારે હાલ બીલખામાં નફાખોરી વધી જતાં વ્યશની લોકોમાં ભારે કચવાટ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...