નિર્ણય:બીલખા અને માળિયામાં દુકાનો, મેડીકલ સ્ટોરનાં સમયમાં ફેરફાર

બીલખા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનાં વધતા જતાં કેસને લઇ સ્વૈચ્છિક નિર્ણય લેવાયો

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં કેસ વધી રહ્યાં હોય જેથી સાવચેતીનાં ભાગરૂપે  વેપારીઓએ દુકાન ખોલવાનાં, બંધ કરવાનાં  સમયમાં ફેરફાર કર્યો છે. ત્યારે બીલખામાં એગ્રો સંચાલકો, સોની વેપારીઓ પણ  આ નિર્ણયને આવકાર્યો છે.  સોની બજાર સવારે 8 થી 2, જયારે એગ્રો સવારનાં 8 થી 4 સુધી ખુલ્લા રાખવામાં આવશે.  વેપારીઓનાં આ નિર્ણયને લોકોએ પણ આવકાર્યો હતો.  જયારે માળિયાની વાત કરીએ તો માળિયાનાં મેડીકલ સ્ટોર સંચાલકોએ પણ દરરોજ  સવારે 8 થી 2 વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેમ અમીનભાઇ પઠાણ, નગીનભાઇ નિમાવતે જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોનાને લઇ લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો. જોકે ફરી છુટછાટ અપાઇ હતી. કોરોનાના વધતા કેસને લઇ વેપારીઓએ સ્વયંભુ લોકડાઉનનો નિર્ણય  લઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...