રોષ:ભેંસાણ પંથકના રાણપુરમાં વીજ પ્રશ્નને લઈ ગ્રામજનોએ કચેરીનો ઘેરાવ કર્યો

ભેંસાણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોડ સેટિંગના નામે પાવર કટ કરાય છે,સૂર્યોદય યોજનાનો લાભ પણ મળતો નથી,રોષ

ભેંસાણ પંથકના રાણપુર ગામે વીજધાંધિયા હોય તેમજ વાડી વિસ્તારમાં પણ આ પ્રશ્નને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આવેદન આપી કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.ભેંસાણના રાણપુરના ગ્રામજનો અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકીયા દ્રારા વિજતંત્રને આવેદન આપવામાં આવ્યું હતું અને કચેરી નો ઘેરાવ કરાયો હતો.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર રાણપુર નર્મદા ફીડરમાં તેમજ ગામમાં વીજપુરવઠો અનિયમિત મળી રહ્યોં છે તેમજ લોડ સેટિંગના નામે પાવર કટ્ટ કરી નાખવામાં આવે છે.આ પ્રશ્ન વાડી વિસ્તારમાં પણ છે.તેમજ કર્મચારી અહીંયા સ્થાનિક ન હોય જૂનાગઢ થી અપડાઉન કરતા હોય જ્યારે વીજળીગુલ થાય છે ત્યારે રીપેરીંગ પણ સમયસર નથી થતું.આ સાથે કિસાન સર્વોદય યોજનાનો લાભ પણ ન મળતો હોવાનું જણાવ્યું હતું.

કામ શરૂ કરી દેવાયું
કચેરીના ઘેરાવના પગલે ઈજનેર પીપળીયા,સ્ટાફ દ્રારા તુરંત મેન્ટેનસનું કામ શરૂ કરી દેવાયું હતું.અને લોકોની મુશ્કેલીનો અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...