યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના લીધે હીરાઉદ્યોગમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને રત્નકલાકારો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યાં છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ આશરે 52 દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમની માઠી અસર ગુજરાતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે. વિશ્વમાં 90 ટકા હીરાનું પાલીસ ગુજરાતમાં જ થાય છે.
લગભગ ત્રીજા ભાગનું હુડીયામણ ધરાવતો આ ઉદ્યોગ છે. ત્યારે જ રશિયા યુક્રેનનાં યુદ્ધથી હીરાની કાચીરફ અને પાલીસ થયેલી આયાત- નિકાસ અટકી પડી છે. અને રોકડ લેવડ દેવડ ન થતી હોય સંપૂર્ણ હીરા ઉદ્યોગ પર જેમની સીધી અસર જોવા મળી રહી છે. જૂનાગઢ જિલ્લામાં પણ અસંખ્ય કારખાના કાર્યરત છે.
જેમા અનેક રત્ન કલાકારો રોજીરોટી મેળવી રહ્યાં છે. સરકાર દ્વારા આયાત નિકાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો આ ઉદ્યોગ ટકી શકે તેમ છે. જેથી વેપારીઓ અને રત્નકલાકારોને આર્થીક રાહત મળી શકે એમ છે.
મહિને 7 હજારનું જ કામ થાય છે
હીરાઉદ્યોગના પ્રમુખ કમલેશભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે, રત્નકલાકારો પહેલા મહિને 12 થી 15 હજારનું કામ કરતા હતા. યુદ્ધ બાદ મંદિના કારણે મહિને માત્ર 6 થી 7 હજારનું જ કામ થતુ હોય જેથી આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.