શિક્ષકે શાળામાં જ મશીન વસાવ્યું:શિક્ષકે 2 મહિનાનાં અભ્યાસક્રમને 2 પુસ્તકમાં જ આવરી લઈ બાળકોના સ્કુલ બેગનું વજન 10 ટકા જ કરી નાંખ્યું

ભેંસાણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકે શાળામાં જ મશીન વસાવ્યું, પ્રથમ સત્રના 7 વિષયને બે ભાગમાં વહેચીં બાયડીંગ કર્યું

ભેંસાણ પંથકમાં સરદાર પટેલ સરકારી શાળામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.કિશોરભાઈ શેલડીયાએ બાળકોના દફતરનંુ વજન ઘટાડવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં તે સફળ રહ્યાં હતા. ડો. કિશોરભાઈ શેલડીયાએ કહ્યું હતું કે, જ્યારે દફતરની અંદર વધારે પુસ્તકો હોય જેથી છાત્રોને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે.

જેમનો હલ કરવા માટે પ્રથમ સત્રના સાતે સાત વિષયના પુસ્તકોને માસવાર આયોજન બંધ અલગ કરીને બે- બે મહિનાના અભ્યાસક્રમને માત્ર બે પુસ્તકમાં ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગણિત તથા વિજ્ઞાન અને ટેકનોલોજીની વિષયને ઢાળી જાતે જ બાયડીંગ મશીન શાળામાં વસાવી 2 પુસ્તકોમાં જ પાઠ્યપુસ્તક તૈયાર કરી છાત્રોના દફતરનું વજન ઓછું કરવાની પહેલ કરી હતી. જેમને લઈ બાળકોના દફતરનું વજન 10 ટકા જ થઈ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...