તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:ભાજપ અગ્રણીના પુત્રએ રૂડાના કર્મીના ત્રાસથી આપઘાત કર્યો

ભેંસાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનને ઇજનેર-કોન્ટ્રાક્ટરનો ત્રાસ હતો

ભેંસાણના ભાજપ અગ્રણીના પુત્રએ રૂડાના કાર્યપાલક ઇજનેર અને 5 ભાગીદાર કોન્ટ્રાક્ટરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ, ભેંસાણના હરિપરા પ્લોટમાં રહેતા ભાજપ અગ્રણીના પુત્ર ધવલ કરશનભાઇ ડોબરિયા (ઉ. 35) સરકારી કોન્ટ્રાક્ટર પણ છે. તેમણે રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસા યોજનાના જૂના સરકારી કામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો.

જે કામ માટે તેમણે રૂ. 4 કરોડની માતબર રકમનું રોકાણ પણ કર્યું હતું. એ રકમ ફસાઇ જતાં છેલ્લા એક અઠવાડિયાથી ડિપ્રેશનમાં હતા. બપોરે 2 વાગ્યે પોતાના રૂમમાં એકલો હતો. ત્યારે જંતુનાશક દવા પી લીધી હતી. તેને સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો. જોકે, જૂનાગઢ પહોંચે એ પહેલાં રસ્તામાંજ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. તેના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...