લોકોમાં રાહત:છોડવડીમાં ઘેર-ઘેર એક સરખું પાણી મળી રહેશે

ભેંસાણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવા કરોડનાં ખર્ચે 2 મહિનાથી ચાલતી કામગીરી, લોકોમાં રાહત

ભેંસાણ પંથકનાં છોડવડી ગામે પાણીની સમસ્યા હોય જેમને ધ્યાને લઈ નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી શરૂ કરાઈ છે. અને આ પ્રશ્નનો હલ થતા લોકોમાં રાહત પ્રસરી હતી.ભેંસાણ પંથકનાં છોડવડી ગામે ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હતી. અને અનેક વિસ્તારોમાં પાણી ચઢતુ ન હોય તેમજ અનિયમીત આવતું હતું.

જેથી પૂર્વ સરપંચ ગાંડુભાઈ કથીરીયાએ સરકારમાં રજૂઆત કરતા વાસમો યોજના અંતર્ગત સવા કરોડની રકમ ફાળવાઈ હતી. અને 2 મહિનાથી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જે પૂર્ણ થતા જ તમામ વિસ્તારોમાં એક સરખુ પાણી મળી રહેશે. આ કામ સરપંચ મનુભાઈ પાઘડાર, રમેશભાઈ કોઠીયા, તલાટીમંત્રી પરમારભાઈની દેખરેખ હેઠળ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...