કૃષિ:ભેંસાણ માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ ન જ થઈ

ભેંસાણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 40 ખેડૂતોને મેસેજ આવ્યા, તપાસ બાદ ખુલ્લા બજારમાં વેંચવા પડ્યા

સરકાર દ્વારા વિવિધ કેન્દ્રો પર ચણા અને તુવેરની ટેકાનાં ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ ભેંસાણ કેન્દ્ર પર ખરીદી શરૂ ન થતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભેંસાણ પંથકમાં ચણા ટેકાના ભાવે વેંચવા માટે 5095 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હતું. જો કે, જરૂરી કાગળો હજુ સુધી વીસીઈએ કોઈ કારણસર કચેરી સુધી ન પહોંચાડ્યા હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો.

આ ઉપરાંત ભેંસાણમાં ટેકાના ભાવે ચણાની ખરીદીને લઈ 40 ખેડૂતોને મેસેજ આવ્યા હતા. જો કે, ખેડૂતો કેન્દ્ર પર ખરાઈ કરવા માટે પહોંચ્યા હતા. જો કે, ત્યાં કોઈ જ અધિકારી કે ગ્રેડર હાજર ન હોય બાદમાં ખુલ્લા બજારમાં વેંચવાની નોબત આવી હતી. બજારમાં પણ પુરતા ભાવ ન મળતા હોય જેથી ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. તંત્ર દ્વારા ખરીદી કેન્દ્ર તુરંત શરૂ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

ખેડૂત સહકારી મંડળીને કેન્દ્ર ફાળવાયું
ભેંસાણ ચણા ખરીદી કેન્દ્રની વાત કરીએ તો ખેડૂત સહકારી મંડળી હસ્તક ખરીદી થનાર છે. જેમના દ્વારા તુરંત બારદાન સહિતની વ્યવસ્થા ઉભી કરી ખરીદી શરૂ કરવામાં આવે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...