સમસ્યા:ભેંસાણમાં ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા

ભેંસાણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવ સાવ ઓછો
  • ભારે વરસાદથી પાક નિષ્ફળ થતાં નુકસાની

ભેંસાણ તાલુકામાં 30 ટકા જેટલા ખેડૂતો ડુંગળીનું વાવેતર કરે છે અને ગત વર્ષે ડુંગળીના 500થી લઇ 3000 સુધીના ભાવ બોલાતા તેને ધ્યાને લઇ વાવેતર પણ આ વર્ષે વધુ કરાયું હતું. ત્યારે ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને ડબલ ફટકો પડ્યો છે. એક તો ભારે વરસાદથી ડુંગળીને નુકસાની તો બીજી તરફ લોકડાઉનના કારણે નિકાસ બંધ થતાં હાલ ડુંગળીનો ભાવ 100 થી 200 રૂપિયા પ્રતિ મણ થઇ જતાં ખેડૂતોને ડુંગળીએ રોવડાવી દીધા છે.

વાત એમ છે કે, ભેંસાણ પંથકમાં 30 ટકા જેટલો ખેડૂતો દ્વારા ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે ડુંગળીના રોપ બળી ગયા છે તો બીજી તરફ લોકડાઉન અને સરકાર દ્વારા નિકાસ બંધ કરાતા હાલ ડુંગળીના મણનો ભાવ 100 થી 200 રૂપિયા થઇ જતા વેપારીઓ પણ ખરીદી કરવા તૈયાર નથી. તો લાખોના ખર્ચે તૈયાર કરેલી ડુંગળી ખેડૂતોને રોવડાવી રહી છે. ત્યારે ખેડૂતોને આ પાયમાલીથી બચાવવા સરકાર તરફથી હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

અઢી લાખના ખર્ચે તૈયાર કરી તી ડુંગળી
રાણપુર ગામના ખેડૂત લાલજીભાઇ સાવલિયા આપવિતી વર્ણવતા કહે છે કે, તેઓએ 1200 પીસી ડુંગળી અઢી લાખના ખર્ચે તૈયારી કરી હતી. યાર્ડમાં વહેચવા આવતા ભાવ ગગડતા ડુંગળી હાલ પડી રહી છે. આમ, ખર્ચ માથે પડે તેવી સ્થિતી સર્જાય છે.

અન્ય સમાચારો પણ છે...