તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:નાઇરોબી રહેતી ધર્મની માનેલી બહેને ભાઇને ઓર્ગેનિક ખેતી તરફ વાળ્યા

ભેંસાણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભેંસાણના બરવાળાના ખેડૂત 2 વિઘામાં પપૈયાં વાવી 7 થી 8 લાખ રૂપિયા કમાશે

ભેંસાણના બરવાળાના ખેડૂતે પોતાના ખેતરના 2 વીઘામાં આર્ગેનીક પદ્ધતીથી પપૈયાનું વાવેતર કરી બમણું ઉત્પાદન મેળવ્યું છે. નાઇરોબી રહેતી પોતાની ધર્મની માનેલી બહેને તેમણે ઓર્ગેનિક ખેતી તરફ વાળ્યા હોવાનું તેમનું કહેવું છે.ભેંસાણ તાલુકાના બરવાળાના ખેડૂત રમેશભાઈ આહીરે પોતાની 2 વિઘા જમીનમાં દેશી પપૈયાનું વાવેતર કર્યું છે. રાસાયણિક બિયારણ કે ખાતરનો ઉપયોગ કર્યા વિના ફક્ત ગાયના છાણ અને ગૌમૂત્રથી બનાવેલા જીવામૃતનો છંટકાવ કરી પપૈયાંનો બમણો ઉતારો મેળવ્યો છે. જેમાં એક પપૈયાના છોડમાં 100 થી માંડી 150 કિલો સુધી અને છોડના થડમાંથી ઉપર સુધી ફળ આવે છે.

હાલ આ કાચા પપૈયા રાજકોટ, ગોંડલ, જૂનાગઢના માર્કેટીંગ યાર્ડમાં હોલસેલ ભાવે રૂ. 35 થી 40માં વેચાય છે. રમેશભાઇના પાકેલા દેશી પપૈયાની પણ બજારમાં ખુબ જ ડીમાંન્ડ છે. તેમને ભાવ પણ ખુબ જ સારા મળે છે. માત્ર 2 વીઘામાંથી લગભગ 7 થી 8 લાખ રૂપિયાનું ઉત્પાદન રમેશભાઇએ મેળવ્યું છે. પોતાને ઓર્ગેનિક ખેતી તરફ આફ્રિકાના નાઇરોબી રહેતા પ્રિતીબેન શાહે વાળ્યાનું તેમનું કહેવું છે. પ્રિતીબેન તેમના ધર્મના માનેલા બેન છે. તેઓ વર્ષ દરમ્યાન ભારતની મુલાકાતે આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો