તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વાળવા અત્યારથીજ અનુદાન શરૂ

ભેંસાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેંસાણના શિક્ષક સંઘે આગોતરી તૈયારી રૂપે 2.08 લાખ આપ્યા

ભેંસાણ લેઉવા પટેલ, તેમજ ડ્રિમલેન્ડ સ્કૂલ દ્વારા ચાલતા આઇસોલેશન કોવિડ સેન્ટરમાં 50, 50 બેડની ઓક્સિજન સુવિધા સાથેની હોસ્પિટલ ચલાવનાર સરપંચ ભૂપત ભાયાણી તેમજ નીતિન રાણપરિયાએ કોરોના મહામારીમાં લગભગ 1100 દર્દીઓને સારવાર અપાવી હતી.

હવે કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા તાલુકા શિક્ષક સંઘ દ્વારા તાલુકાના 208 શિક્ષકો દ્વારા 2 લાખ 8 હજાર રૂપિયા આગોતરી સારવાર માટે કોવિડ સેન્ટરને અનુદાન આપવામાં આવ્યું છે. ભેંસાણ તાલુકામાં આ પહેલો એવો શિક્ષક સંઘ છે. જેણે સામેથી આગળ આવીને ત્રીજી લહેર પહેલાંજ તેને પહોંચી વળવા માટે અનુદાન આપ્યું છે. શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઇ કોહર, શેક્ષણિક મહાસંઘ પ્રમુખ નરેન્દ્રભાઈ ભુવા, ઉત્કર્ષ મંડળના પ્રમુખ ચુનીલાલ વાઘેલા, સુરેશભાઈ ખુમાણ, મહામંત્રી બધુભાઈ ડોબરિયા તેમજ ભેંસાણ તાલુકાભરની સ્કૂલના તમામ પ્રિન્સિપાલ-શિક્ષકોએ હાજર રહી કોરોનાની ત્રીજી લહેર માટે અગાઉથીજ દર્દીઓની સારવાર માટે 2 લાખ 8 હજાર રૂપિયાનું કોવિડ સેન્ટરને અનુદાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...