ભેંસાણ પંથકના ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોય આર્થિક ફટકો પડયો છે.ભેંસાણ પંથકના રાણપુર ગામના ખેડૂતે વિધે 15 હજાર નો ખર્ચ કરી 8 વિઘાની ડુંગળીનો પાક તૈયાર કર્યો હતો.પરંતુ બજારમાં પ્રતિમણ 20 થી 25 રૂપિયા જ મળતા હોય જેથી કાપણીનો ખર્ચ પણ ન નીકળતા તેમને ઘેટાં-બકરા ચરાવી દીધા હતા.
ખેડૂતે કહ્યું હતું કે ગત વર્ષે પ્રતિમણ 700 રૂપિયા સુધી નો ભાવ હતો.પરંતુ આ વર્ષે ખર્ચ પણ માથે પડ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પાક ખેતરમાં હોઈ ત્યારે બજારમાં પાકના ભાવ ઉંચા હોય છે.પરંતુ તૈયાર થતા જ જ્યારે બજાર માં વેચવા માટે આવે ત્યારે ભાવ મળતા હોતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.