તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:ડુંગળીના ભાવો ગગડતા ભેંસાણના ખેડૂતોને માઠી અસર

ભેંસાણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભેંસાણ તાલુકાના ખેડૂતોએ 200 વિઘામાં સફેદ ડુંગળીનું વાવેતર કર્યું
 • ડુંગળીની નિકાસ બંધ થતા કિંમત ઘટી, ફરી નિકાસ ચાલુ કરવા ખેડૂતોની માંગ

ભેંસાણ તાલુકાના ગોરખપુર ગામના અલગ-અલગ ખેડૂતો દ્વારા 20 વિઘા,10 વિઘા, 8 વિઘા વગેરે મળી કુલ 200 વિઘા જમીનમાં સફેદ ડુંગળીનું વાવેતર કર્યું હતું. જેમાં ખાતર અને મોઘાદાટ બીયારણ તથા જંતુનાશક દવાઓના છંટકાવ કરી પાક સંપુર્ણ રીતે પાક તૈયાર કરવામાં આવી રહ્યો છે. પરંતું ડુંગળીના ભાવો ગગળતા ખેડુતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

જેમાં પણ ગોરખપુર ગામના ખેડૂત વિપુલભાઈ બાંભરોલીયાએ ચોમાસું વાવેતરમાં મગફળી પાકનું વાવેતર કરેલ હોય પરંતું ભારે વરસાદને કારણે પાક સંપુર્ણ પણે ફેઈલ થયો હોય. ત્યાર પછી પોતાની જમીનમાં 20 વિઘે રૂ.20 થી 25 હજારનો ખર્ચ લગાવી સફેદ ડુંગળીનું વાવેતર કરી પાક તૈયાર કરી વાવેતર કર્યું ત્યારે ડુંગળીનો ભાવ રૂ.1,500 થી રૂ.1,600 જેવા ભાવો મળ્યા હતા. જ્યારે હાલમાં સરકાર દ્વારા નિકાસ બંધ કરાતા ભાવમાં મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળેલ છે. જેના કારણે હાલ રૂ.300 થી રૂ.400 ડુંગળીનો ભાવ બોલાય છે. આમ, ખેડૂતોને આ ભાવમાં ડુંગળી વહેંચવી પરવડે તેમ નથી. ત્યારે સરકાર દ્વારા જો ડુંગળીનો નિકાસ કરવામાં નહીં આવે તો ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવશે. આમ જો સરકાર દ્વારા ડુંગળીનો નિકાસ કરવામાં આવે તો પાઈમાલ બની રહેલા ખેડૂતોને આર્થીક રીતે સહાય મળી રહે. જેથી સરકાર ખેડુતોના હિતમાં નિર્ણય લે તેવી ખેડુતો આશા રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો