છેતરપિંડી:ભેંસાણનાં ખેડૂતને ડુંગળીનું નકલી બિયારણ ધાબડી દેવામાં આવ્યું

ભેંસાણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ સર્વે કર્યો વળતર ન જ ચૂકવ્યું, ફરિયાદની ચિમકી

ભેંસાણનાં ખેડૂતને વેપારીએ નકલી બિયારણ ધાબડી દીધું હોવાનો આક્ષેપ કરાયો છે. ભેંસાણનાં ખેડૂત મગનભાઈ ભેંસાણીયાએ પોતાની 6 વિઘા જમીનમાં 40 હજારનો દવા, બિયારણ, ખાતરનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું. અને પાક તૈયાર કર્યો હતો. પરંતુ તૈયાર થતા જ ખબર પડી હતી કે, આ બિયારણ નકલી છે.જે તે સમયે રૂ.2500નાં ભાવે પ્રતિકિલો ખરીદયું હતું.

પરંતુ ડુંગળી કંઈક અલગ જ જાતની હોય એમ મણ દિઠ માત્ર 100 થી 150 રૂપિયા જ મળી રહ્યાં છે. ખેડૂતે કહ્યું હતું કે, જો ઓરીજનલ બિયારણ આપ્યું હોત તો પ્રતિમણ 600 રૂપિયાનો ભાવ મળી શકત. જો કે, જે તે બિયારણ કંપની દ્વારા સર્વે પણ કરાયો છે. છતાં વળતર ચૂકવાયું ન હોય. ખેડૂતે આગામી દિવસોમાં છેતરપિંડીનો કેસ નોંધાવવાની ચીમકી પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે...