તપાસ:વિશળ હડમતિયામાં નદી કાંઠેથી નવજાત શીશુનો મૃતદેહ મળ્યો

ભેંસાણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે જામનગર ખસેડાયો

ભેંસાણના વિશળ હડમતીયા ગામની નદીના કાંઠેથી નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. જે અંગેની પોલીસને જાણ કરતા તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વિશળ હડમતીયા ગામે કોઈ અજાણી મહિલા પોતાનું પાપ છુપાવવા નદીના કાંઠે પોતાનું બાળક ત્યજીને જતી રહી હોય. જ્યારે વહેલી સવારે ગામની મહિલાઓ નદી કાંઠે કપડા ધોવા માટે જતાં નવજાત બાળક પર નજર પડી હતી. આથી ગભરાયેલી મહિલાઓએ તાત્કાલીક સરપંચને ઘટના સ્થળ પર બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

સરપંચે ભેંસાણ પોલીસને જાણ કરતા પીએસઆઈ ગઢવી, ગોપાલભાઈ, કલ્પેશભાઈ ભોપાળા સહિતનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. અને નવજાત શીશુનો કબ્જો મેળવી પ્રથમ ભેંસાણ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યું હતું. ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરી પી એમ અર્થે જામનગર લઈ જવામાં આવ્યું છે. પોલીસે માતા-પિતાને શોધવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...