તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:ભેંસાણ યાર્ડમાં નવા મગની આવક શરૂ, 800 થી 1300 સુધીનો ભાવ બોલાયો

ભેંસાણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસુ વાવેતરનો સમય પાકી ગયો હોઇ ઉનાળુ પાક વેચવાની પ્રક્રિયા ઝડપી બની

ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં આજથી ઉનાળુ મગની આવક શરૂ થઇ ગઇ છે. જેમાં મગની ક્વોલિટી મુજબ ભાવ બોલાઇ રહ્યા છે. ભેંસાણ માર્કેટીંગ યાર્ડમાં આજની ઉનાળુ મગની આવક શરૂ થઇ ગઇ છે. અને તેની ક્વોલિટી મુજબ રૂ. 800 થી 1300 સુધીના ભાવ બોલાઇ રહ્યા છે. તાઉતે વાવાઝોડાએ ખેતરમાં ઉભેલા મગ, અડદ, તલ, મગફળી જેવા પાકનો સોથ વાળી દીધો હતો. પણ અડધા બચેલા પાકનો ઉતારો હાલ ખેડૂતો મેળવી રહ્યા છે. વળી ચોમાસુ વાવેતરનો સમય પાકી ગયો હોવાથી ખેડૂતોને પૈસાની પણ જરૂરિયાત હોવાથી તૈયાર થયેલો ઉતારો વેચવા તાત્કાલિક યાર્ડમાં આવી જાય છે

અન્ય સમાચારો પણ છે...