તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:ભેંસાણમાં એસબીઆઇએ ક્રેડિટ કાર્ડ પકડાવ્યા, ચાર્જ કપાતાં લોકોમાં રોષ

ભેંસાણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રાહકોને રૂપિયા પરત નહીં અપાય તો તાળાબંધીની ચિમકી અપાઇ

ભેંસાણ એસબીઆઇમાં ક્રેડિટ કાર્ડ વિભાગ દ્વારા માર્કેટીંગ માટે વ્યક્તિ બેસાડીને આવનાર ગ્રાહકોને સમજાવીને કાર્ડ પકડાવ્યા. પણ પછી જુદા જુદા ચાર્જના નામે રૂપિયા કાપી લેવાતાં લોકોમાં રોષ છવાયો છે. અને તાળાબંધીની ચિમકી અપાઇ છે. ભેંસાણ એસબીઆઇના ગ્રાહક ડો. કિશોરભાઇ શેલડિયાના એસબીઆઇ ક્રેડિટ કાર્ડ થકી રૂ. 27 હજાર કપાઇ જતાં તેમણે કોર્ટ કેસ પણ કર્યો છે. મેનેજમેન્ટે કોર્ટમાં એવું જણાવ્યું છે કે, એસબીઆઇ બેંક અને ક્રેડિટ કાર્ડ બંને અલગ છે. અમારી બેંકને તેની સાથે કોઇ લેવાદેવા નથી. આમ છત્તાં બ્રાંચમાં જ બેસેલી વ્યક્તિએ કાર્ડ અપાવ્યું એ હકીકત છે.

ભેંસાણના ચણાકાના અશોકભાઇ ભીખુભાઇ બાલધા અને ભેંસાણના વિનુભાઇ મોહનભાઇ ભેંસાણિયાને પણ ક્રેડિટ કાર્ડ પકડાવી બંનેના ખાતામાંથી ચાર્જના નામે 1768-1768 કાપી લીધા છે. આ રીતે અનેક લોકોના પૈસા કપાતાં ગ્રાહકોએ મેનેજરને રજૂઆત કરી છે. જેમાં મેનેજરે બધાને 1 માસમાં રૂપિયા પાછા અપાવવા ખાતરી આપી છે. દરમ્યાન તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુભાઇ કથીરિયાએ ગ્રાહકોના પૈસા પાછા ન અપાય તો બેંકને તાળાબંધી કરવાની ચિમકી પણ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો